વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋 Telegram Channel

ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષયના વ્યાકરણ ,ભાષા શબ્દભંડોળ અને સાહિત્યની વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માટે આપ અમારી સાથે જોડાઓ.
https://t.me/BipinTrivediVyakaranviha

View in Telegram

Recent Posts

કોસ્ટેબલ માટે ગદ્યાર્થગ્રહણ

નીચેનો પેરેગ્રાફ વાંચી તેને આધારે પુછાયેલા પ્રશ્નોના ઉત્તરો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો



‘આ શરીર પણ એક અતિશય નાજુક યંત્ર છે. ખુદ રેંટિયો પણ યંત્ર જ છે. મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રોની મદદથી થતા શોષણ સામે છે. સમય અને શ્રમનો બચાવ હું પણ ઈચ્છું છું પણ તેનો લાભ આખી માનવજાતિને થવો જોઈએ. યંત્રોથી ગણ્યાગાંઠ્યા લોકો પાસે સંપત્તિનો સંચય થાય છે તેની સામે મારો વાંધો છે. યંત્રો લોભનાં સાધનો થઈ પડ્યાં છે. એની મદદથી કામદારો પાસે ગજા ઉપરાંત કામ લેવાય છે અને તેમને નિચોવી લેવામાં આવે છે.’
ચ થી શરૂ થતી કહેવતો:

(૧૧) ચાકરી કરે તો ભાખરી મળે.
- નોકરી કરે તો આજીવિકા મળે.

(૧૨) ચાદર પ્રમાણે સોડ તાણવી.
- ▫️જે પ્રમાણે કમાણી તે પ્રમાણે ખર્ચ કરવો.
▫️દેવું ન કરવું.

(૧૩) ચામડાની જીભ ગમે તેમ વળે.
- માણસ સારું-નરસું બધું ફાવે તેમ બોલતો હોય છે.

(૧૪) ચાર દિવસની ચાંદની ફિર અંધેરી રાત.
- થોડા સુખના દિવસો પછી દુઃખ આવે છે; સુખ કોઈને સદા રહેતું નથી.

(૧૫) ચાર મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો.
- એક કરતાં વધારે માણસો સાથે હોય તો ચોરનો ભય ન રહે.

(૧૬) ચાલતા બળદને આર ના ઘોંચાય. - કામ કરતાં માણસને ખોટી સતામણી કરવી નહિ.

(૧૭) ચાલતી ગાડીએ ચડી બેસવું.
- ચાલતામાં ભળી જવું.

(૧૮) ચાલતી સેરમાં પગ દેવો.
- ચાલતી બાજુ જોઈને વર્તવું, કોઈની ચાલુ રોજીમાં વિઘ્ન નાખવું.

(૧૯) ચિંતા કરતાં ચિતા ભલી.
- ચિંતા મરણ કરતાંય ખરાબ છે.

(૨૦) ચીભડાના ચોરને ફાંસીની સજા.
- અલ્પ ગુનો કર્યો હોય તેને ભારે સજા કરવી.

ક્રમશઃ

સંકલન:
રાઠોડ સ્નેહા
ભાવનગર



રૂઢિપ્રયોગ


(1) દરિયો ડો’ળવો – જહેમત ઉઠાવવી

(2) દંગ થવું – નવાઈ પામવું

(3) અવાજમાં મધ રેડવું – મીઠાશથી બોલવું , મધુર ભાષણ કરવું

(4) વિમુખ થવું – મોઢું ફેરવી લેવું, પ્રતિકૂળ થવુ

(5) બેડો પાર થવો – સફળ થવું

(6) ભોગ ધરી દેવો – કુરબાન થવું, બલિદાન આપવું છૂટકો.

(7) મોતના મુખમાંથી લાવી આપવું – મોતમાંથી બચાવવું

(8) નમતું જોખવું- ઢીલું મૂકવું, સમાધાન કરવું

(9) મોતની તલવાર લટકવી – માથે મોત ભમવું


સંકલન :-
સેન્સી લખાણી
ભાવનગ
Photo from Trivedi Publication
Photo from Trivedi Publication
પાઠ્યપુસ્તક આધારિત શબ્દાર્થ
ધોરણ :- 10
પ્રકરણ :- 11(શિકારીને)


સામાનાર્થી શબ્દો

સંહાર :- નાશ, પ્રબળ ઘાત

રૂડું :- સારું, સુંદર

અદ્રતા. :- ભીનાશ, મૃદુતા, માયાળુપણું

લતા :- વેલ

ઘટતું :- શોભવુ

ત્હને. :- તને

સુણવું. :- સાંભળવું


વિરુદ્ધાર્થી શબ્દો

સંહાર. :- સર્જન

સ્થૂળ :- સૂક્ષ્મ

કોમલ :- કઠોર

આદ્ર. :- શુષ્ક

સંકલન :-
દિવ્યરાજસિંહ જાડેજા
ભાવનગર.
K.h.paramar
Gondal
ગામડાઓમાં ઘર/મકાનમાં કઈ વસ્તુને આપણે કયા નામે ઓળખતા

(૧) ખોરડું : - કાચું ગાર માટીની દીવાલવાળું દેશી નળિયાં અને વાંસની પટ્ટીઓથી (જેને આપણે વંઝીઓ કહેતા) બનાવેલ રહેઠાણ

(૨) પછીત : - ઘરની પાછળની દીવાલ

(૩) કરો : - જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ સામેની દીવાલ,

(૪) મોભારુ/મોભ : - બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું,

(૫) ભડું :- એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે, ઘરની આગલી દિવાલ

(૬) બારસાખ :- મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે,

(૭) ઘોડલિયા : - બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરત ગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય,

(૮) પાણિયારું : - જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રાઘંણિયાની બહારની દીવાલમાં સ્થિત હોય છે,

(૯) ફલી :- જે પાણિયારાની બાજુમાં લાકડાની બનાવેલ હોય,

(૧૦) રાંધણિયું :- ગાર માટીથી લીપેલી એક અલાયદી ઓરડીવાળી જગ્યા, રસોડું

(૧૧)આંગણું :- ઘરની આગળનો ભાગ જેને ગાર માટીથી લીપીને બનાવેલ હોય,ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડા ગામમાં આગંણામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે,

(૧૨) ઓસરી :- ઘરમાની આગળનો ભાગ

(૧૩) ઘરમો :- ઓસરીની પાછળનો ભાગ,જ્યાં ધન, ધાન્ય, ગાદલા ગોદડા, ઘરવખરી રખાય,

(૧૪) દોઢી :- ઓસરીની આગળનો ભાગ,

(૧૫) મજુસડો :- માટીનો બનાવેલ ઐક ટાઈપનો કપાટ,જે ઘરમાં રખાતો

(૧૬) ડામચિયો :- ગાદલા ગોદળા રાખવા માટે ટેબલ જેવું ત્રણ પાયાવાળું બનાવેલ વસ્તુ, જે ઘરમાં અથવા ઓસરી, ઓરડીમાં રખાતો

(૧૭) પટારો :- લાકડાની મોટી કપાટ જેવી પેટી,જે ઘરમા માં રખાતો,

(૨૦) ગાગેડી :- નાનો માટીનો ઘડો

(૨૧) છમલકી :- જે માટીમાંથી બનતી,એ છાસ દહીં વગેરેના ઉપયોગમાં લેવાય, દહીં વલોવાની ગોળી

(૨૨) ઘડો :- માટીમાંથી બનાવવામાં આવતું પાણી ભરવાનું સાધન,

(૨૪) કૂલકી :- માટીમાંથી બનતી નાની કુલડી,

(૨૫) કોડિયું :- દિવો કરવા માટીમાંથી બનાવેલ એક સાધન,

(૨૬) બદક :- માટીમાંથી બનાવેલ બોત, બતક જે ખેતરે પાણી ભરી પાણી પીવા લઈ જવાતું સાધન,

(૨૮) ખીંટી :- ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય,

(૨૯) નેજવું :- છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે, જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે,

(૩૦) મોતિયું :- નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું,

(૩૧) ગોખ :- ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી)

(૩૨) વંડી :- મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે ૬થી ૮ ફૂટની દીવાલ,

(૩૩) ભીંત :- મકાનોમાં ઊભી કરાતી દીવાલ,

(૩૪) મેડી/માઢ : - ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવતો બીજો માળ,

(૩૫) ગોખલો :- વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા,

(૩૬) આગળિયો :- લાકડાના કમાડને લોક કરવા વપરાતો લાકડાનો હાથો,

(૩૭) છજું :- માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ,

(૩૮) ફળિયું :- લોક સમુહનો વાસ,

(૩૯) કોઢ :- આગંણામાં બકરી ગાય ભેંસ કે બળદ બાંધવાની જગ્યા,

(૪૦) ગમાણ :- બકરી-ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા,

(૪૧) પડથાર :- આગંણાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે,

(૪૨) છીપર :- કપડા ધોવા વપરાતો મોટો સપાટ પતલો પાણો,

(૪૩) લેલુઓ :- લાલ ચીકણી માટી જે મકાન વનાવવામાં વપરાય,


(૪૭) છીકો :- છાસ,દુધ,દહી,માખણ ને ઉચે લટકાવવા વપરાતું રસીને ગુથીને બનાવાતુ છીકલુ,

(૪૮) ગોણિયું :- ગાય દોહવાનું વાસણ

(૪૯) બોઘરણું :- તાંબા, પિત્તળનું પાલતુ પશુઓનુ દુધ ભેગું કરવા વપરાતું સાધન,

(૫૦) હેલ :- પાણી ભરવા વપરાતો કળશો અને દેગ,

(૫૧) ગોળી :- છાસ કરવા વપરાતું માટીનો મોટો ગોળો,


સંકલન -રજૂઆત :-
પ્રમોદ છેડા - મોટીરવ,
માત્ર આજે અને આવતીકાલે

આવતીકાલે ૨/૧૦/૨૪ સાંજના 06:00 વાગ્યા સુધી આ ઓફર ઉપલબ્ધ છે.
See more posts

View in Telegram

Telegram Channel